ગ્રાહક સુરક્ષાના કારણો | Causes of consumer exploitation

 ગ્રાહકના શોષણના કારણો

Causes of consumer exploitation

Who is consumer | Causes of consumer exploitation
Consumer services

What is consumer exploitation Class 10?

( ૧ ) ગ્રાહક પોતે જવાબદાર


અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ, નિરક્ષરતા, સંગઠીત થઈને વિરોધ પ્રદર્શન કરવાની વૃત્તિ નો અભાવ, થયેલ નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ અને તે સંબંધ યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરીને તેમનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે.
What are the main factors which cause exploitation of consumers explain three factors? | Why are consumers cheated?
Customer

( ૨ ) મર્યાદિત માહિતી : 


મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માણ અને વિક્રેતા કોઈપણ ચિજવસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. તેના ઉત્પાદનના માપદંડ, ભાવો અને ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ નિયમો નથી અને જ્યાં છે ત્યાં કડકપણે નિયમોનું પાલન થતું નથી. આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુના ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી, માહિતી કે જ્ઞાનના અભાવે, વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાને કારણે, ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની રીતો અને વેચાણ પછીની સેવાઓ, વોરંટી કે ગેરંટી જેવી માહિતી ના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહીતગાર કરવામાં આવતો નથી. આમ, મર્યાદિત માહિતી મળવાને કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે છે.

Who is responsible for consumer exploitation | What are examples of exploitation?
Customer reviews


( ૩ ) મર્યાદિત પુરવઠો : 

જ્યારે વસ્તુ કે સેવાની માંગની સામે પૂરતી માત્રામાં તેનો પૂરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. આમ, વેપારી, ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કે કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઉભી થાય છે. ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવો મેળવીને ગેરલાભ ઉઠાવાય છે. આમ, બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણમાં નિમિત્ત બને છે.

How consumers are cheated in market? | How can we prevent consumer exploitation?
કાયદાઓ


( ૪ ) મર્યાદિત હરીફાઈ :

જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને  વહેંચણીમાં પોતનો એકાધિકાર ભોગવે છે ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઈજારાશાહીવાળી બજારમાં અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ થાય છે. ખામીયુક્ત સેવા અને હલકો માલસામાન પધરાવે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ