Pranav mistry | પ્રણવ મિસ્ત્રી | What is Pranav Mistry doing now?

 પ્રણવ મિસ્ત્રી


Sixth sense technology

Pranav mistry sixth sense

ગજબનું ટેકનિકલ ભેજું લઈને જન્મ્યો છે. પાલનપુર નો આ જુવાન બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, ઇલોનસને ટક્કર મારે એવી શોધો કરી છે કે અમેરિકા, બ્રિટન, જાપાન જેવા દેશો મોઢામાં આંગળા નાખી ગયા છે. IT જગતની હોડમાં આગળ નીકળી જવા માંગતા પ્રોફેશનલો આ જુવાન ને ગોતતા ફરે છે. કમ્પ્યુટર જગતના ખરેખરા ઓ માથું ખંજવાળતા પુછે છે. કે કઈ ચક્કિનો આંટો ખાય છે. 

Pranav mistry | What is neon by Samsung?
Pranav mistry

What happened Pranav Mistry?

ઉત્તર ગુજરાત નો આ ભારતીય ભડવીર આકરું અંગ્રેજી બોલી જાણતા આ ગુજરાતી જુવાનડાનુ આખું નામ છે પ્રણવ કીર્તિભાઇ મિસ્ત્રી મુળ વતન પાલનપુર અત્યારે ક્યાં છે એ કહી ન શકાય કારણ કે આજે અમેરિકામાં પ્રવચન આપતો હોય તો કાલે લંડન ના સેમીનાર માં સટાસટી બોલાવ તો હોય. તો ક્યારેક એના સસરા ના દેશ ચીનમાં સેલસપાટા કરતો હોય તો ક્યારેક એના માદરે વતન પાલનપુર માં મિત્રો સાથે રાસગરબાની રમઝટ બોલાવતો હોય. પ્રણવ દેશ વિદેશમાં એવા પ્રવચનો આપે છે કે સાંભળનારા મંત્રમુગ્ધ થઈને ડોલી ઉઠે છે. તાળીઓના ગડગડાટ વચ્ચે સ્ટેન્ડિંગ ઓવેશનનુ માન ફાટી જતા પ્રણવ મિસ્ત્રી ને જોઇએ દરેક ભારતવાસીઓની છાતી ગજગજ ફુલવી જોઈએ. પાલનપુર વાસીઓ ટીવી ઉપર જોવે ત્યારે બોલી ઉઠે છે. જો આપણા ગામનો છોકરો ઠેક ક્યાં પહોંચ્યો. બચપણથી જ ટેકનિકલ માઈન્ડ ધરાતો પ્રણવ હજી તો 40 વર્ષ નો થયો છે. ડીજીટલ વર્લ્ડમાં એક મોટી હસ્તી ગણાવા લાગી છે. ઈન્ટરનેશનલ કંપની સેમસંગ માં CEO અને વાઇસ પ્રેસિડેન્ટ હોદા ઉપર ઉંચા પગારે કાર્ય રદ છે.

 What is Samsung Star Labs?

Sixth sense technology | Pranav mistry sixth sense
Pranav mistry sixth sense technology

તો બીજી અનેક નામીગિનામી કંપનીઓ પ્રણવ મિસ્ત્રી ને પોતાને ત્યાં કામ કરવાની ઓફર સાથે લાઈનમાં ઉભી છે. અમુક કંપનીઓ એને મોં માગ્યા સેલેરી-પેકેજ સાથે સર્વિસ રાખવા માંગે છે. તો કેટલાક કંપનીઓ એને ભાગીદાર બનવાનુ કહેણ મોકલે છે. પણ પ્રણવ મિસ્ત્રી ને રૂપીયા વાળા થઈ જવાની જરાય ઉતાવળ નથી. અમેરિકાની નાસા માટે કામ કરી ચુકેલો આ પાલનપુરી ગુજરાતી અબજોપતિ બનવાને બદલે કમ્પ્યુટર જગતને સરળ અને સસ્તું કરવા નીકળ્યો છે. પ્રણવ કહે છે મારો હેતુ ધન ઉપાર્જન કરવાનો નથી, ગામડાના અભણ ખેડુ સરળતાથી ટેકનોલોજી વાપરતો થાય એવી શોધો કરવાનો છે. 

છેવાડાના માનસ જેને ડીજીટલ ડિવાઇસીસ વાપરવા કપરું કામ જણાય છે, એને મુશ્કેલી ઓ દુર કરવાના મારા પ્રયાસો છે. સામાન્ય માણસ ના ખિસ્સા ને પોષય એવા ગેજેટ માર્કેટમાં મુકવા એ મારી પ્રાથમિક્ત છે. આથી પ્રણવ જ્યાં પણ કામે જોડાય ત્યાં પગાર ને નહીં પણ સસ્તાદરે બનતી નવીનતમ પ્રોજેક્ટ ને વધારે મહત્વ આપે છે. 

What is Sixth Sense technology?

Pranav mistry family | What is Sixth Sense technology
Pranav mistry family

Who is the inventor of Sixth Sense technology?

ચંદન નવી કહી શકાય એવી ટેકનિકો વિકસાવી છે. આપણા મોટા ભાઈએ માચીસના ખોખા જેવડું પ્રોજેક્ટર બનાવ્યું છે. ગળે લટકાવી ને ફરો એટલે આંગળીના ઇશારે ફોટા પાડી શકો વિડિયો શુટિંગ કરી શકો. આ ફોટા ને વગર દોરડે કમ્પ્યુટર માં નાખી શકો. પ્રણવે બનાવેલી આ કાંડા ઘડિયાળ ને સ્માર્ટ વોચ કહેવાય છે. મોબાઈલ ફોનમાં થતાં બધા જ કામ કરી આપે છે. આ સ્માર્ટ વોચ ગુજા મા નવીજૂની નોટોના રોકડા લઇને ફરતા ગુજરાતીઓ હવે શેર પાશેર નો મોબાઈલ ખિસ્સા માં રાખવો નહીં પડે, દેખાઈ નહીં તેવું માઉસ બનાવ્યું છે. કમ્પ્યુટર ઓપરેટ કરવું હોય તો તમારે માઉસ ની જરૂર જ નહિ, તમારો હાથ જ તમારૂં માઉસ. એણે એના કીબોર્ડની રચના કરી છે જેમાં ફિઝિકલ કિબોર્ડ ની જરૂર જ ન પડે. તમે ઈચ્છો ત્યાં નિયોન કીબોર્ડ નું નિર્માણ કરી શકો.

 જેમાં અલાદ્દીન ના જાદુઈ ચિરાગ ની જેમ કીબોર્ડની ચાવીઓ નિર્મિત થાય છે અને પરંપરાગત કીબોર્ડ ની માફક વાપરી શકાય છે. હાલના ખટ ખટીયા કીબોર્ડ ભુતકાળ બની જશે અને પ્રણવ મિસ્ત્રી એ શોધેલા મિસ્ટર ઈન્ડિયા ટાઈપ ના કીબોર્ડ એનું સ્થાન લેશે. એ દિવસો હવે દૂર નથી. અબ જરા દિલ થામ કે બેઠીએ જવાબ પ્રણવ મિસ્ત્રી એ એક કુત્રિમ માનવ ની રચના કરી છે, જેને રોબોટ નહીં પણ Neons હ્યુમન્સ તરીકે ઓળખવામાં આવે છે. જે માણસ ની જેમ જ વાતચીત કરી શકે કે હાલીચાલી શકે છે, હાવભાવ રજુ કરી શકે છે, એટલું જ નહીં નવું વિચારીને નવું શીખી પણ શકે છે. CES 20 ઇવેન્ટમાં પ્રણવે નમુના રજુ કર્યા હતા. તેને જોઈને હાજર તમામ લોકોની બુદ્ધિ બેર મારી ગઈ ! આલે લે આતો માણસ જેવો માણસ જે હસે છે, રડે છે, સલાહ આપે છે, અને તમારી આજ્ઞાનું પાલન કરીને મદદરૂપ થાય છે.

What is sixth sense?

Pranav mistry wife | What is Samsung Star Labs?
Pranav mistry wife

Pranav mistry wife

 હવે કમ્પ્યુટર સાયન્સમાં રસ ધરાવતા લોકો ને હેરત પમાડે એવી એક વાત પ્રણવે એવી ડીજીટલ ટેકનોલોજી વિકસાવી છે. જેમાં તમારે મોનિટરની જરૂર જ નહિ ટબુડી જેવડું પ્રોજેક્ટર ટોપીમાં ભરાવી કોઈ સપાટ દિવાલની સામે ઉભા રહી જાવ દિવાલ ઉપર કમ્પ્યુટર માં હોય એવી સ્કીન રચાશે જે મોનિટરનુ કામ આપશે. શેરબજારમાં હાટાદોઢા કરતા ગુજરાતીઓને હવે બગલ થેલાની જેમ ખંભે લેપટોપ લટકાવી ને નહીં ફરવું પડે. એવા લોકો જે બોલી નથી શકતા એમને વાચા આપવાનું કામ કર્યું છે. સામાન્ય રીતે મુકબધીર દિવ્યાંગો હાથના ઈશારે બોડી લેન્ગવેજ થી વાતો કરતા હોય છે. પ્રણવે આવા દિવ્યાંગોની બોડી લેન્ગવેજ ને ઓડિયો માં રૂપાંતરિત કરી આપતા સ્પીકરો શોધ કરી છે. જે મુંગા માણસ ના ઈશારાને હુબેહુબ બોલી સંભાળાવે છે. માણસ પાવીસેભ એટલે કે પાંચ ઈન્દ્રિયો દ્વારા જીવન જીવતો હોય છે. પણ પ્રણવ મિસ્ત્રી છઠ્ઠી ઈન્દ્રિય ની ગરજ સારે એવા આવિષ્કાર કરી રહ્યો છે. આથી તેણે વિકસાવેલી ટેકનોલોજી ને સિક્સેન્સ ટેકનોલોજી ગણવામાં આવી રહી છે. પાલનપુરની વિવિધલક્ષી વિદ્યામંદિર નો નિશાળ્યો એ કમ્પ્યુટર એન્જિનિયરીગમાં બેચલર ડિગ્રી લીધી છે. અમેરિકામાં માસ્ટર ઓફ સાયન્સ ની ડીગ્રી લીધા બાદ મીડિયા આર્ટ્સ એન્ડ સાયન્સ માં PhD થયો છે.

Pranav mistry car

Pranav mistry car | Pranav mistry sixth sense
Pranav mistry car

What is neon by Samsung?

 પ્રણવ નરેન્દ્ર મોદીનો ચાહક છે. એ કહે છે, મોદી કાકાના એક ફોનની રાહ જોવ છું નોકરી, ઉંચો પગાર, માનમરબો ને બધી સુખસાહેબી છોડીને દેશની સેવા કરવા તૈયાર છું. લાગે છે વડનગર ના વિજયરથી મહારથી આ વાતની ખબર નહીં હોય અથવા તો મોદીને મનમાં એવી ભીતી હોય કે પ્રણવ ક્યાંક એવી શોધ ન કરી બેસે કે આપણુ સિંહાસન જ બોલવા લાગે બે બાળકો નો પિતા પ્રણવ ફારાહ શેન નામની ચાઈનીઝ કન્યાને પરણ્યો છે. એ એના વતન પાલનપુર ને દિલોજાનથી પ્રેમ કરે છે. વતનમાં ક્યારેક કુદરતી આફત આવી પડે ત્યારે તેમને મદદરૂપ થાય છે. પોતાના હાઈફાઈ કારની નંબર પ્લેટ ઉપર મોટા અક્ષરે પાલનપુર ચીતરાવ્યુ છે. એ કહે છે તમે ક્યાંય પણ જાવ વતન જેવી મજા ક્યાંય આવતી નથી એ તેના ફેસબુક એકાઉન્ટ ઉપર બચપણના અંગત જીવના અને કુટુંબ પરિવારના ફોટા અપલોડ કરતો રહે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ