નંદિકેશ્વર મહાદેવ વિશે માહિતી
![]() |
Nandikeshwar Mahadev |
નંદિકેશ્વર મહાદેવ વિશે પૌરાણીક કથા
રેવા ના પશ્ચિમી તટ પર સ્થિત કર્ણિ કા નગરી માં એક કુલીન બ્રાહ્મણે પોતાના પુત્ર ને ધન સૌંપી ને કાશી માટે પ્રસ્થાન કર્યું. અને ત્યાં જ સ્વર્ગસ્થ થઈ ગયા. તેમને પત્ની એ થોડું ધન પોતાના અંતિમ કર્મ ના માટે રાખી ને શેષ ૨ કમ પોતાના બન્ને પુત્રોં માં સરખા ભાગે વાંટી દીધુ. થોડા સમય વ્યતીત હોવા થી બ્રાહ્મણી નું મૃત્યુકાળ નિકટ આવ્યું. પરન્તુ દાન પુણ્ય કરવા ઉપરાંત પણ પ્રાણ નિકળ્યો નહી . પુત્રોએ માંથી તેમની અંતિમ ઈચ્છા પૂછી તો તેણે બતાવ્યું કે તેણે કાશી જવાની ઈચ્છા રાખી હતી. પણ તે ત્યાં જઈ ના શકી. તેથી તેની અસ્થિયો ને કાશી માં ગંગાજીમાં વિસર્જિત કરે પુત્રો એ તેને આશ્વાસન આપ્યું તો તે બ્રાહ્મણી નું મૃત્યુ થયું અને તેની અસ્થિયો લઈ ને તેનો મોટો પુત્ર સુવાદ કાશી એ ગયો.
સુવાદ કાશીમાં જે બ્રાહ્મણ ના ધેર રોકાયો, ત્યાં તેણે એક આશ્ચર્યજનક વાત જોઈ. રાત્રીમાં પાછો આવેલ બ્રાહ્મણે જયારે વાછરડા ને ખૂંટા પર બાંધ્યો અને ગાયને દોહવા લાગ્યો તો નાચતો કુદતો વાછરડો ગાયની પાસે જવા માગતો હતો તો તેણે બ્રાહ્મણ નો પગ કચડી નાખ્યો. પીડિત બ્રાહ્મણે વાછરડાને ધણો માર માર્યો તો વાછરડો શાંત થઈ ને બેસી ગયો. બ્રાહ્મણે ગાય નું દૂધ દોહી લીધી પણ તેનો ક્રોધ શાંત ન થયો અને તેણે ફરી થી નિર્દયતા થી વાછરડા ને માર માર્યો. વાછરડા ની વેદના થી વ્યથિત ગાય સવાર માં પોતાના સ્વામી બ્રાહ્મણ થી પ્રતિરોધ ના રૂપ માં તેને મારી નાખવાનો નિશ્ચય વાછરડા ને બતાવ્યું તો વાછ૨ડા એ પોતાની માતા ને આ પાપ કર્મ ન કરવા નું ઘણું સમજાવ્યું તે બોલ્યો કે કોણ જાણે કયા કર્મો થી આપણે આ યોનિ માં આવી ને દુ:ખ ભોગવી રહ્યા છીએ. હવે એવું કોઈ કુકર્મ નહી કરવું જોઈએ જેથી અમારી મુકિત નો માર્ગ અવરૂદ્ધ થઈ જાય. ગાય નું ક્રોધ અને પીડા એટલી ઉગ્ર હતી કે તે કાંઈ પણ સાંભળ વા તૈયાર નહતી.
અહીં સુધી વાછરડા દ્વારા બ્રાહ્મણ હત્યા ના દુર્નિવાર પાપ કરવાની ચેતવણી દેવા ઉપરાંત ગાય એ કહ્યુ કે તે બ્રાહ્મણ હત્યા નું પાપ નિવારક સ્થાન જોયું છે હું મારા મન ના તાપ ને શાંત કરવા સવાર માં શિંગડાઓ થી દુષ્ટ બ્રાહ્મણ ને એવો મારીશ કે તે વિદીર્ણ થઈ ને મરી જશે. સુવાદએ માં - બેટા ની આ વાત સાંભળી તો તે આ ભાવી ધટના ને જોવા ઉત્સુક થઈ ગયો અને સવાર માં માથા માં પીડા છે એમ બહાનું બનાવીને મોડે સુધી સુતો રહ્યો.
બીજી સવારે બ્રાહ્મણ પોતાના પુત્ર ને ગાય દોહવા નું કહીને ગાય ના તબેલા માં ગયો. બ્રાહ્મણ ગાય ને જેમ દોહવા ગયો તેમજ ગાયે પોતાના શિંગડાઓ થી એના પર એવો પ્રહાર કર્યો કે તે ત્યાંજ મરી ગયો. ધર માં આથી ઘણો ભૂચાલ આવ્યો હોય તેવી હકીકત થઈ ગઈ. બ્રાહ્મણી એ ક્રોધિત થઈ ને ગાય ને ખુંટા થી છોડી દીધી. લોકો એ જોયું કે બ્રહ્મ હત્યા ના પાપ ના ફલસ્વરૂપ ગાય નું શ્વેત રંગ કાળો થઈ ગયો. ગાય નિર્દિષ્ટ સ્થાન ચાલી . સુવાદ પણ ગાય ના પાછળ ચાલવા લાગ્યો. ગાય નર્મદા તટ પર નંદીશ્વર મહાદેવ ના સ્થાને પહુંચી અને ત્યાં તેણે પાણી માં ત્રણ ડુબકી લગાવતા જ તેના બધા પાપ નષ્ટ થઈ ગયા. કાળું શરીર ધોળું થઈ ગયો. નંદીશ્વર ના અનુગ્રહ અને નર્મદા ના મહાત્મ થી બ્રહ્મહત્યા તેના થી દૂર ભાગી ગયો.
તે સમયે સુવાદ ના સામે એક સુન્દર સ્ત્રી નો રૂપ ધારણ કરી ગંગાએ તેને તેની માં ની અસ્થિયો નું વિસર્જન કરી તેનો ઉદ્ધાર કરવાનું કહ્યું. પેલી સ્ત્રીએ કહ્યું કે આજ નો દિવસ વૈશાખ શુકલ સાતમ ના ગંગાજી નર્મદા માં નિવાસ કરે છે. બ્રાહ્મણ સુવાદ તેમ કરવા ઉપર તેની માતા દિવ્ય શરીર ધારણ કરી તેને આશીર્વાદ આપ્યું. આના ઉપરાંત સુવાદ પ્રસન્નચિત થઈ ને ધરે પાછો આવ્યો. ઋષિકા નામ ની વિધવા બ્રાહ્મણ કન્યા એ વ્રત ધારણ કરી શિવજી ના પાર્થિવ લિંગ ની પૂજન શરૂ કર્યો તો એક માયાવી દેત્યે આવીને તેના થી રતિદાન ની માંગણી કરી. શિવભકત કન્યા માં શિવજી ની કૃપા થી કામભાવના છુપ્ત થઈ ચુકી હતી. તે એકાગ્રચિત્ત થી શિવજી નું તપ કરવા લાગી.
દૈત્યે આથી પોતાનું અપમાન સમજી ને પોતાની દાનવી રૂપ દેખાડયો તો બ્રાહ્મણી એ કાતર સ્વર થી શિવજી ને યાદ કરવા લાગી. શિવજીએ છુપેલા દુષ્ટ દાનવ નો વિનાશ કરીને બ્રાહ્મણી ને વ૨ માંગવાનું કહ્યું. તેણે ભગવાનથી પોતાની અચલ ભકિત આપવાનું અને પાર્થિવ રૂપ માં ત્યાં નિત્ય વિરાજમાન રહેવાનું વરદાન માંગ્યું. જેથી શંકરજી એ સ્વીકારી લીધું અને તે પોતાના પાર્થિવ શરીર ને ત્યાંજ મુકીને અલોપ થઈ ગયા. તે જ દિવસ થી નંદીશ્વર મહાદેવ ના નામ થી આ સ્થાન પવિત્ર તીર્થ બની ગયો. નર્મદા નદી માં સ્નાન કરી નન્દીકેશ્વર મહાદેવ ની પૂજા કરવાથી બ્રહ્મહત્યા જેવું ભયંકર પાપ થી નિવૃત્તિ થઈ જાય છે.
0 ટિપ્પણીઓ