કોરોનાથી બચવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા શું કરવું જોઈએ?
![]() |
Protection against corona |
કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવાનો ઘરેલુ ઉપચાર
( 1 ) સવાર- સાંજ નાકથી અને મોઢાથી ૫-૧૦ મિનિટ સુધી વરાળનો નાસ લેવો
( 2 ) વિટામિન C અને ઝિંકનું કોમ્બિનેશન રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
( 3 ) લીંબુ, નારંગી, મોસંબી, જામફળ, આમળા, પપૈયું વિટામિન- C થી ભરપૂર હોય છે. અલગ - અલગ પ્રકારની દાળ અને કઠોળમાં ઝિંક પુષ્કળ પ્રમાણમાં હોય છે જેનું સેવન દરરોજ કરવું જોઈએ.
( 4 ) ઘરગથ્થું ઉપચારો અને આપણા રસોડામાં રહેલા વિવિધ મસાલા તેજાના વર્ષોથી આપણા રોગપ્રતિકારક તંત્રને મજબૂત કરતા આવ્યા છે. ગળો, હળદર, તુલસી, સૂંઠ, તજ, લવિંગ, હરડે આરોગ્ય માટે સારા તો છે જ, તદ્ઉપરાંત તેઓ એન્ટિ વાઇરલ અને એન્ટિ બેક્ટરિયલ હોવાના કારણે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
( 5 ) દરરોજ ૨-૩ લિટર હુંફાળું પાણી લેવાથી શરીરના વાઇરલ લોડનો કિડની મારક્ત નિકાલ થઇ શકે છે.
( 6 ) દરરોજ ૧૦,૦૦૦ પગલા ચાલવાનું ધ્યેય રાખવું જોઈએ, જેથી હદય મજબૂત થાય છે, બી.પી અને ડાયાબિટીસ જેવા રોગોથી બચી શકાય છે.
( 7 ) સતત મોઢા પર ( નાક ઢંકાય એ રીતે ) માસ્ક પહેરવાથી, સાબુથી સતત ૨૦ સેકન્ડ સુધી હાથ ધોવાથી, હેન્ડ સેનિટાઈઝર ( જેમાં ઓછામાં ઓછું ૬૦ % આલ્કોહોલ હોય ) નો ઉપયોગ કરવાથી ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવાથી કોરોનાથી બચી શકાય છે.
( 8 ) વેક્સિન પ્રાપ્ય હોય ત્યારે તેને ચોક્કસ લેવી જોઈએ કારણ કે તેનાથી કોરોનાની ગંભીર અસરથી બચી શકાય છે અને હોસ્પિટલાઈઝેશનનો ખતરો ટળે છે.
( 9 ) દરરોજ એકધારી ૬-૮ કલાકની ઊંઘ ઘણા રોગોથી બચાવે છે.
0 ટિપ્પણીઓ