Prem kaise hota hai
પ્રેમ કેવો હોવો જોઈએ
પ્રેમ એક ખુબજ સરસ અનુભૂતિ છે અને આપણે સૌએ આ અનુભૂતિ કરવીજ જોઈએ.
Prem kaise banaya jata hai
![]() |
Prem kaise kare |
Prem kaise karna Chahie
પણ અત્યાર નાં સમય નાં અમુક છોકરાં છોકરીઓએ તો પ્રેમ ની પરિભાષા જ બદલી નાખી છે. અત્યાર ની જનરેશનમાં આકર્ષણ અને મોજમસ્તીએજ પ્રેમ નું સ્થાન લઈ લીધું છે. કોઈક રૂપ જોઈને તો કોઈક પૈસા જોઈને તો કોઈક વળી સ્ટેટ્સ જોઈને પ્રેમ કરી બેસે છે અને પાછો એટલો બધો પ્રેમ કે, એને માટે તે પોતાનાં સગા માતાપિતા, ભાઈબહેન અને પરિવાર ને પણ છોડી દે છે.
શું આ પ્રેમ છે?
Prem kaise kare
ના, પ્રેમ તો એકદમ પવિત્ર શબ્દ છે. એક ને સ્વીકારીને અનેક ને તરછોડવા એ પ્રેમ હોઈજ નાં શકે....
તમે ક્યારેય વિચાર્યું છેકે તમારાં માતપિતા તમને કેટલો પ્રેમ કરે છે.
અરે... તમારી માતા ને જ જોઈલો જેણે તમારાં જન્મ પહેલાં તમને જોયા પણ નથી છતાં તમે સુરક્ષિત રહો તે માટે કેટકેટલું ધ્યાન રાખે છે. તમારાં સ્વાસ્થ્ય માટે એનાં ખાવા પીવાનાં મોહ ઉપર પણ પૂર્ણવિરામ મુકી દે છે. તમારાં આગમન પહેલાં તમારાં સ્વાગત માટે બનતી બધી કોશિષ કરે છે અને તમારાં જન્મ સમયે અને ત્યારબાદ પણ કેટકેટલી તકલીફ સહન કરે છે.
![]() |
Prem stories |
અને હવે વાત કરીએ પિતા ની....
જેમ માતા પ્રેમની સરિતા છે તેમ પિતા પણ પ્રેમ નો મહાસાગર છે. તમારાં જન્મ થી લઈને તમે મોટાં થાવ ને ત્યાં સુધીની તમારી નાનાં માં નાની જરૂરિયાત હોંશે હોંશે પૂરી કરે ને એ પિતા. પોતાનાં દીકરા કે દીકરી માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દે અરે એના શોખ અને ઈચ્છાઓને પણ હૃદયમાં ઊંડા દબાવીને દફન કરીદે એ પિતા. આપણાં જીવન માં સુખ અને દુઃખ બંને આવતા હોય પણ દરેક દુઃખ ને દૂર કરી તમારું જીવન સુખ અને ખુશીઓથી ભરી દેને એ પિતા....
એમનો કિરદાર જ એવો છે જે આપણી સમજ થી પરે છે.
માતા અને પિતા આપણાં માટે કેટકેટલાં દુઃખ હસતાં હસતાં સહન કરે છે અને બદલા માં આપણે શું આપીએ છીએ?
દગો.....!!!!
અને એ પણ ફક્ત આપણાં કહેવાતાં અને બનાવટી પ્રેમ ને ખાતર.
![]() |
Prem story |
જો આવાં કહેવાતાં અને બનાવટી પ્રેમ ને ખાતર આપણે આપણાં માતાપિતાને તરછોડી ને કોઈની સાથે ભાગી જઈશું તો એ પ્રેમ નહીં માત્ર ને માત્ર સ્વાર્થ જ કહેવાશે.
અને હા...જ્યાં સ્વાર્થ હોયને સાહેબ, ત્યાં પ્રેમ હોયજ નહીં.
અરે યાર, પ્રેમ નાં તો શબ્દોમાં પણ પ અને મ આવે છે...
(પ) એટલે પિતા અને (મ) એટલે માતા.
પ્રેમ ની ઉત્પત્તિ નું સાચું ઉદગમસ્થાન પણ આ બંનેજ છે. તેમણે જ તમને પ્રેમ કરતાં શીખવ્યું છે. તો પછી આ બે પાત્ર નાં સ્વીકાર વગર નો પ્રેમ પણ શ્વાસ વગરનાં શરીર સમાન થઈ જાય.
માટે કોઈ ખોટાં પ્રેમ ને કારણે તમારા સાચાં પ્રેમ ને એટલેકે તમારાં માતાપિતા, ભાઈબહેન કે પરિવાર ને ક્યારેય તરછોડશો નહીં.
0 ટિપ્પણીઓ